ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ Complaint – વીમા કંપનીમાંથી પડતર મેડિકલેઇમનું વળતર મેળવવા બાબત

Subject: વીમા કંપનીમાંથી પડતર મેડિકલેઇમનું વળતર મેળવવા બાબત
My Name: ભીમસિંહ રાયસિંહ પઢીયાર
My City: વડોદરા
My State: ગુજરાત
My Complaint Against: ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ
Complaint Category: Insurance Companies
Claim Amount (Approx.): રૂ. ૧,૩૦,૨૨૭/-
My Complaint Description:
પ્રતિ,
ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી,
જાગૃત નાગરિક – ગ્રાહક સુરક્ષા ભવન
એલ.બી.એસ. વિદ્યાલય ની સામે
સંગમ કારેલીબાગ રોડ
વડોદરા, ગુજરાત – ૩૯૦૦૦૧

વિષય : વીમા કંપનીમાંથી પડતર મેડિકલેઇમનું વળતર મેળવવા બાબત

હું, ભીમસિંહ રાયસિંહ પઢીયાર, વડોદરા શહેરમાં ઉપરના સરનામે વસવાટ કરું છું. હાલ મારી નાદુરસ્ત તબિયત ને કારણે મારે કોઈ નોકરી-ધંધો નથી. મેં મારા ઘરના અન્ય સભ્યોને પણ ધ્યાનમાં રાખી આશરે પાંચ વર્ષથી ફેમિલી હેલ્થ મેડી-કલેઇમ વીમા પોલિસી લીધેલ છે. વિમા (મેડી-કલેઇમ) પોલિસીની વિગત નીચે મુજબ છે.

વીમા કંપની – ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ
વીમા પોલિસીનો નંબર – ૧૭૨૩૦૦/૪૮/૨૦૧૮/૮૮૫૭

અગાઉ જણાવ્યા પ્રમાણે મારી તબિયત સારી ન રહેતી હોવાથી, મારે અવાર નવાર ડૉક્ટરને બતાવવાનું તથા હોસ્પિટલમાં દાખલ થવાનું થાય છે. ઘણી વારમેં હોસ્પિટલની કેશ-લેસ મેડી-કલેઇમ પોલિસીનો ઉપયોગ કર્યો છે. ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની આ મેડી-કલેઇમ વીમા પોલિસીનો ઉપયોગ મને જરૂર પડે ત્યારે હું હોસ્પિટલમાં વિનંતી કરીને ઉપયોગ કરતો. આથી હોસ્પિટલમાં દાખલ થવા વીમા પોલિસીનો ઉપયોગ કરી ખર્ચ ને પહોંચી વળવા સહાય મળતી.

વધુમાં જણાવવાનું કે ૨૦૧૭ સુધી કરેલ કલેઇમ (દાવા) અને તેની રકમ મેળવવમાં કોઈ વધારે તકલીફ / વિલંબ થયેલ નથી. એ સમયે ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ નું કામ એમ.ડી.ઇન્ડિયા હેલ્થ ઇન્સ્યોરન્સ ટી.પી.એ. પ્રાઇવેટ લિમિટેડ તેના વતી કરતી. આ ટી.પી.એ. હેઠળ હોસ્પિટલ દ્વારા કેશલેસ ફેસિલિટી પણ મળતી.

પરંતુ છેલ્લા ત્રણ કલેઇમ (દાવાઓ) ઘણા સમયથી ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લી. માં પડતર છે. હોસ્પિટલમાં દાખલ થવા વીમા પોલિસીનો ઉપયોગ કરી ખર્ચનો દાવો કરેલ તેની વિગતો નીચે મુજબ છે.

વિગત કલેઇમ-૧ કલેઇમ-૨
કલેઇમ નંબર HH301804939 HH301804940
કલેઇમ કરેલ તારીખ 27-02-2018 27-02-2018
કલેઇમ કરેલ રકમ (ખરેખર) રૂ. ૫૫,૬૬૦/- રૂ. ૭૪,૫૬૭/-
બીમારી ACUTE BRONCHITIS ACUTE SEVERE BRONCHITIS
WITH TYPE I RESPIRATORY FAILURE
હોસ્પિટલમાં દાખલ થયાની વિગત ૧૪-૦૧-૨૦૧૮ થી ૧૮-૦૧-૨૦૧૮ (પાંચ દિવસ) ૧૯-૦૧-૨૦૧૮ થી ૨૭-૦૧-૨૦૧૮ (નવ દિવસ)

જયારથી ઓરિએન્ટલ વીમા કંપની નું કામ હેરિટેજ હેલ્થ ટી.પી.એ. પ્રાઇવેટ લિમિટેડને સોંપાયું ત્યારથી આ કલેઇમ (દાવા) નું વળતર મળતું બંધ થયેલ છે ફાઈલ પડતર છે. અમો એજન્ટ, વીમા કંપની, તથા તેની ટી.પી.એ. કંપની ને ફોનથી અને રૂબરૂ સંપર્ક કરી રહ્યા છે.

હવે પ્રશ્ન એ છે કે મેડી-કલેઇમ વીમા પોલિસી લીધાને શરૂઆતમાં લાભ મળતો ને હવે કેમ બંધ થઇ ગયો ? ટી.પી.એ. સર્વિસમાં ફેરફાર થવાથી ? અથવા અન્ય કોઈ કારણ ? પણ વેઠવાનું તો ગ્રાહકને થાય છે. પંદર દિવસમાં કલેઇમ (દાવો) પાસ કરવાનો વાયદો કરનારી કંપની હવે છ-છ મહિના સુધી કોઈ નિર્ણય ન કરે તે કેવું ?

બીજું કે અમોની એવી હાલત નથી કે હોસ્પિટલમાં દાખલ થવા જરૂરી રકમ ભરપાઈ કરી શકીએ, હકીકત એ છે કે મેડી-કલેઇમ પોલિસીની આશાએ અમોએ સાગા-સંબંધી પાસેથી વાયદે રૂપિયા લાવીને હોસ્પિટલમાં ભરેલ છે.

હવે જયારે ઇન્સ્યોરન્સ કંપની દાવો આપવામાં વિલંબ કરે અથવા દાવો નકારે તો અમોએ ઇન્સ્યોરન્સ કંપની ને પ્રીમિયમ ભરી લીધેલ પોલિસી નો શું લાભ ? તથા અમોને હોસ્પિટલમાં દાખલ થયેલ ખર્ચા નું વળતર વગેરે વેઠવાનું થાય, જે માટે અમો પાસે વિકલ્પ નથી.

ઉપરની હકીકત ધ્યાને લઇ, આપ સાહેબને વિનંતી છે કે અમોએ મેડી-કલેઇમ પોલિસી હેઠળ કરેલ કલેઇમ (દાવા)નું વળતર મેળવવામાં વહેલી તકે સહાય કરશોજી.

આપનો વિશ્વાસુ,

ભીમસિંહ રાયસિંહ પઢીયાર
કર્મજયોત સોસાયટી
ગોત્રી રોડ
ગોત્રી – વડોદરા
ગુજરાત – ૩૯૦૦૨૧
મોબાઈલ ફોન નં. ૮૯૮૦૩૦૫૬૮૯, ૯૧૭૩૨૦૭૪૮૧

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*