Mr.Manan Bhavsar ,Anjali Enterprise,Shop No. Sector -21,Gnad Hinagar Complaint – ગીઝર રિપેરિંગ કરાવવા છતાં ચાલુ ન થવા બાબત

Subject: ગીઝર રિપેરિંગ કરાવવા છતાં ચાલુ ન થવા બાબત
My Name: Baluben D Parmar
My City: Gandhinagar
My Complaint Against: Mr.Manan Bhavsar ,Anjali Enterprise,Shop No. Sector -21,Gnadhinagar
Complaint Category: Service Providers
Claim Amount (Approx.): 600/-
My Complaint Description:
વિષય : ‌ – ૧.) સરકારી ટેક્ષની ચોરી બાબત
૨.) ગેસ ગીઝરનું રીંપેરીંગ બિલ નહિ આપવા બાબત
૩.) રીંપેરીંગ અને ચાલુ નહિ થવા છતાં રૂપિયા પરત નહિ કરવા બાબત.
સાહેબશ્રી,
ઉપરોક્ત વિષય અનુંસધાને જણાવવાનું કે,હું અમો ઉપરોક્ત રહેઠાણે કાયમી વસવાટ કરીએ છીએ, અને તા.૨૦/૦૭/૨૦૧૬નાં રોજ અમારા રહેઠાણનાં બાથરૂમનું ગીઝર બંધ પડતાં અમોએ ગાંધીનગર ખાતે ‘અંજલી એંન્ટરપ્રાઇઝ”નામે સેકટર – ૨૧,શોપીંગ સેન્ટરમાં,પેટ્રોલની સામે, દુકાન નં ધરાવતાં શ્રી મનન ભાવસારને તેમનાં મોબાઇલ નંબર ૯૪૨૬૬૪૪૦૫૫ પર ફોન કરી રીંપેરીંગ કરવા બોલાવેલ હતાં.અને જે-તે દિવસે તેઓ સવારનાં અંદાજે ૧૧.૩૦ વાગે રીંપેરીંગ માટે તેમની દુકાને લઇ ગયા હતાં અને તે જ દિવસે સાંજનાં અંદાજે ૬.૧૫ વાગે ફીટ કરી રૂપિયા ૬૦૦/- પાર્ટ તથા સર્વીસ મજૂરીનાં અમોએ તેમની માંગણી મુજબ ચુકવેલ અને આ દરમ્યાન પણ અમોને રીંપેરીંગ ખામી લગતાં, તેઓએ PNG પાઇપ લાઇનમાં તકલીફ હોવાનું જણાવતાં અમોએ ‘GSPC Gas Co.’ ને ફોન કરી જે-તે સમયે બોલાવેલ હતાં, અને તેઓ Gas લાઇન તપાસી હતી જેમાં કોઇ ખામી ન હતી.આ સાથે અમોએ બિલની માંગણી કરતાં, તેઓ અમોને જ્ણાવેલ કે અમો કોઇને પણ બિલ આપતાં નથી. જેથી અમોએ તેમને જણાવેલ કે તમોએ જે કંઇ પાર્ટ તથા સર્વીસ રીંપેરીંગ કરેલ છે, તેમાં ફરીથી કોઇ તક્લીફ થશે તો?, આ બાબતે તેઓએ અમોને બેફિકર રહેવા તથા ૬ માસની મૌખિક ગેંરેંટી આપેલ, જેથી અમોએ તેઓ પર વિશ્વાસ રાખેલ.
વધુમાં જણાવવાનું કે,તા.૨૧/૦૭/૨૦૧૬ નાં રોજ એટલે કે રીપેરીંગનાં બીજા દિવસે સવારનાં ૬.૦૦ વાગે અમોએ આ ગેસ ગીઝર ચાલુ કરતાં ચાલુ થયેલ નહિ.જેથી અમોએ સવારનાં આશરે ૯.૦૦ વાગે શ્રી મનન ભાવસારને તેમનાં મોબાઇલ નંબર ૯૪૨૬૬૪૪૦૫૫ ફોન કરી આ બાબતે જાણ કરેલ હતી પરંતુ તેઓ આ દિવસે આવેલ નહિ,જેથી અમોએ તા.૨૨/૦૭/૨૦૧૬નાં રોજ સવારનાં આશરે ૯.૦૦ વાગે ફોન ફરી કરતાં તેઓએ તેમનાં કારીગર માણસને અંદાજે સવારનાં ૧૦.૩૦ વાગે મોકલેલ, જેઓએ ગીઝર તપાસી સર્કિટ તથા વાલ્વ બદલવાં પડસે તેવું અમોને તથા તેમનાં શેઠશ્રી મનન ભાવસારને જ્ણાવેલ , અને જેનો અંદાજે ખર્ચ ઓછામાંઓછો રૂપિયા અનુક્રમે ૮૦૦+૫૦૦ (ચાલુ કંપનીનાં સર્કિટ તથા વાલ્વ) અને સ્ટાર્ન્ડ કંપનીના ઓછામાંઓછો રૂપિયા અનુક્રમે ૧૫૦૦+૮૦૦ એમ મળીને રૂપિયા ૨૩૦૦/- જણાવતાં અમોને ખુબ દુ:ખ થયેલ કે હજુ તો તા. ૨૦/૦૭/૨૦૧૬નાં રોજ રૂપિયા ૬૦૦/- પાર્ટ તથા સર્વીસ મજૂરીનાં અમોએ ચુક્વેલ હતાં ,અને અમોને બિલ પણ ચુકવેલ ન હતું. અને મૌખિકમાં ૬ માસની ગેંરેંટીં પણ આપેલ હતી.ઉપરાંત આ નવા ગીઝરની બજાર કિંમત રૂપિયા ૩૦૦૦/- આસપાસ જ છે, જેની સામે અમોને રીપેરીંગનો જ આટલો મોટો ખર્ચ બતાવી ,તેમની જ પાસેથી નવુ ગીઝર લેવા માટે દબાણ કરેલ , પરંતુ અમોએ તેઓને યાદ કરાવી જ્ણાવેલ કે. તમોએ તો અમોને ૬ માસની ગેંરેંટીં આપેલ છે, અમોને વ્યવસ્થિત ફરીથી રીપેરીંગ કરી આપો અથવા અમોને રૂપિયા ૬૦૦/- પરત કરો અને અથવા અમોને બિલ આપો ,તો તેઓ સામે જણાવેલ કે આ તક્લીફ જુદી છે. તેથી કોઇ ગેંરેંટીં ન હોય.અને તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કરી શકો છો. જે થાઇ તે કરી લેવાની ધમકી પણ અમોને આપેલ છે, ખરેખર તેઓ જે-તે દિવસે રીંપેરીંગ કરવા આવેલ અને રીંપેરીંગ કરેલ ત્યારે અમોને આ બધી હકિક્તની જાણ કરી શકયા હોત ,પરંતુ તેઓએ અમારી સાથે બનાવટ, છેંતરપીંડી અને ધમ કી આપીને ,બિલની ચુક્વણી નહિ કરીને સેલ્સ ટેક્ષ,ઇન્મક ટેક્ષ તથા સર્વીસ ટેક્ષમાં પણ સરકાર સાથે બનાવટ અને છેંતરપીંડી કરેલ છે, જ્યારે કે તેઓ અમારી જાણમાં આવ્યા મુજ્બ સેલ્સ ટેક્ષ ,ઇંક્મટેક્ષનાં રજીસ્ટ્રર વેપારી છે.અને સર્વીસ નંબર ધરાવતાં નથી.
ઉપરોકત અમારી તમામ હકિકત ગંભીરતાંથી ધ્યાને લઇ સરકારી નિયમોનુંસાર કાર્યવાહી કરી અમોને યોગ્ય ન્યાય આપવવા વિનંતી.જેથી ભવિષ્યમાં આ કોઇ બનાવ બને નહિ.
ન્યાયની અપેક્ષા સાથે આભાર,
આપની વિશ્વાસું,

(બી.ડી.પરમાર)

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*