BRTS JANMITRA CARD Complaint – REGARDING COMPLAINING OF REPEATED IRREGULARITIES ABOUT THE BRTS JANMITRA CARD ,DESPITE REPEATED COMPLAINTS.

Subject: REGARDING COMPLAINING OF REPEATED IRREGULARITIES ABOUT THE BRTS JANMITRA CARD ,DESPITE REPEATED COMPLAINTS.
My Name: PATEL JAGDISHBHAI
My City: AHMEDABAD
My State: GUJARAT
My Complaint Against: BRTS JANMITRA CARD
Complaint Category: Public Transportation
My Complaint Description:
Date 13th May 2019

Jagdish Bhai chaturbhai Patel
12/A, Karnavati Bungalows
opp- Baroda Express
CTM ,Amraiwadi,
Ahmedabad- 380026.

TO,
Grahak Suraksha
shop number 10, ground floor,
CG Complex,Ashram Road, Ahmedabad.

વિષય- વારંવાર કમ્પ્લેન કરવા છતાં BRTS જનમિત્ર કાર્ડ વિશે ખોટી માહિતી આપવા બાબત.

પ્રતિ શ્રી,

મારું નામ- જગદીશ ચતુરભાઈ પટેલ
શહેર- અમદાવાદ, ગુજરાત
ફરિયાદ કેટેગરી- જાહેર પરિવહન
એપ્લિકેશન રેફરન્સ નંબર-AH00379735
ફોર્મ જમા કરાવ્યાતારીખ- 19/ 2 /2019
ફોર્મ જમા કરાવેલ સ્ટેશનનું નામ- સોની ની ચાલી.

મેં મારા પુત્ર આયુષ જગદીશભાઈ પટેલ કેજે ધોરણ 11 માં અભ્યાસ કરે છે .તેનું સ્ટુડન્ટ બીઆરટીએસ જનમિત્ર કાર્ડ માટે તારીખ 19 /2/ 2019 ના રોજ સોની ની ચાલી ફોર્મ ભરીને આપ્યું હતું ,અત્યારે ત્રણ મહિના થવા આવ્યા પરંતુ હજી સુધી મને જનમિત્ર કાર્ડ મળેલ નથી અને વારંવાર કસ્ટમર કેર માં ફોન કરવા છતાં પણ મને સંતોષકારક જવાબ હજી સુધી મળ્યો નથી અને તદ્દન ખોટી ઇન્ફર્મેશન તેઓ મને શેર કરે છે જે બધી જ મારા ફોનમાં રેકોર્ડ છે.

હવે મારું કાર્ડ અત્યારે ક્યાં છે તેની સાચી માહિતી કસ્ટમરકેર વાળા આપી શકતા નથી તો મારે મારું કાર્ડ ક્યાં શોધવું. હું તમને ફરિયાદ કરું છું કે મારી ફરિયાદ વહેલી તકે ઉકેલવા માટે મહેરબાની કરશો .

મેં અત્યાર સુધીમાં સોળ વખતે જનમિત્ર કાર્ડ હેલ્પલાઇન નંબર 18002669848 ઉપર ફોન કરેલા છે. જેની માહિતી નીચે આપેલી છે.

1 )13/ 3/ 2019 10:55 AM ફોન કર્યો હતો ,તો મને જણાવવામાં આવ્યું હતું કે કાર્ડ AMC એપ્રુવલ માટે જાય છે. ગવર્મેન્ટ પ્રોસેસ હોવાથી ટાઈમ પિરિયડ ની ખબર ના પડે અને સમય લાગી જાય ,એએમસી એપ્રુવલ થયા પછી કાર્ડ પ્રિન્ટિંગ પ્રોસેસમાં સાત થી આઠ વર્કિંગ દિવસ થતાં હોય છે અને પછી ડિલિવર થઈ જતું હોય છે ડિલિવરી થયા પછી તમારા રજીસ્ટર મોબાઇલ પર મેસેજ કરવામાં આવે છે કે કાર્ડ ક્યાં છે.

2 )ત્યાર પછી મે 4/ 4/ 2019 ના રોજ 11:30 am ભૂમિકા બેન સાથે વાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે કાળ પ્રિન્ટિંગમાં ગયું છે સાતથી આઠ દિવસ રાહ જોઈ લો.

3) પછી ને 8/ 4/ 2019 ના રોજ 01:34 pm વિકાસ સાથે વાત કરી હતી. તેણે મને કહ્યું હતું કે CARD પ્રિન્ટીંગ પ્રોસેસમાં છે, સાત થીઆઠ વર્કિંગ દિવસમાં તમને SMS આવી જશે ,પછી તમે અમને કોલ કરજો એટલે અમે તમને જણાવી દઈશું કે ક્યા બીઆરટીએસ સ્ટેશન ઉપર તમારે તમારું કાર્ડ લેવા જવાનું છે.

4)12/ 4 /2019 ના રોજ 1:36PM ઉષા સાથે વાત કરી હતી તેમણે મને સાત થી આઠ દિવસ વેઇટ કરવાનું કહ્યું હતું
5) ત્યારબાદ ને 16 /4/ 2019 ના રોજ 2:08 pm ભૂમિકા બેન સાથે વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે હું કમ્પ્લેન આગળ ફોરવર્ડ કરું છું પાંચ વર્કિંગ ડે વેટ કરી લો કાર્ડ પ્રિન્ટ નથી થયું .કાર્ડ રેડી થશે એટલે તમને અપડેટ કરવામાં આવશે.

6) 18/ 4/ 2019 સમય 10:08AM ફરીથી ઉષા સાથે વાત કરી હતી .તેમણે કહ્યું હતું કે તમારી રિક્વેસ્ટ હાઇલાઇટ કરેલી છે.

7) ત્યારબાદ મે 22/ 4/ 2019 ના રોજ 01:34 pm વિકાસ સાથે વાત કરી હતી. તેણે મને કહ્યું હતું કે બે દિવસ વેટ કરી લો રિક્વેસ્ટ હાઈલાઈટ કરેલ છે, બે દિવસમાં ડિલિવર ન થાય તો ફરીથી ફોન કરજો.

8) ત્યાર પછી મેં 25/ 4 /2019 ના રોજ 03:27 pm ઉષા સાથે વાત કરી હતી .તેણે મને કહ્યું હતું કે બે વર્કિંગ ડે પછી કોલ કરજો .કાર્ડ સોનીનીચાલી મોકલી આપ્યું છે ,પરંતુ સોનીનીચાલી બંધ થઈ ગયું હોવાથી કાર્ડ ડિલિવર થયું નથી. અને તેમણે મને રેફરન્સ નંબર આપ્યો હતો -ICI113279492 ,અને કહ્યું હતું કે અમે ડિટેલ સિનિયરને ફોરવર્ડ કરી રહ્યા છીએ સિનિયર આવતીકાલે ડીટેલ ફોરવર્ડ કરશે એટલે સોમવાર સુધી વેટ કરી લો.

9) 29/ 4/ 2019 ના રોજ 12:42 pm ફરીથી ઉષા સાથે વાત કરી હતી, તો તેણે કહ્યું હતું કે હજી તમારે રાહ જોવી પડશે સોનીનીચાલી ક્લોઝ થઇ ગયું છે .અને આગળ થી અમારી પાસે કોઇ અપડેટ આવેલ નથી કાર્ડ તમને ક્યાં અને ક્યારે મળશે તે અમારા હાથમાં નથી. મારા સિનિયર ના હાથમાં છે .અને તેઓ તમને 48 કલાકમાં કોલબેક કરશે એવું કહ્યું હતું પરંતુ આજની તારીખ 13/ 5/ 2019 સુધીમાં મને કોઈ કોલબેક મળેલ નથી.

10 )30/ 4/ 2019 ના રોજ 12:17 pm ફરીથી ભૂમિકા સાથે વાત થઈ હતી .તો તેણે પણ એ જ પહેલાની જેમ જવાબ આપ્યો હતો કે તમારું કાર્ડ રેડી થઈ ગયું છે ,જે સોનીનીચાલી મોકલી આપેલ છે, પરંતુ સોનીનીચાલી બંધ થઈ ગયું હોવાથી અત્યારે કાર્ડ ક્યાં છે ,તેની અમને જાણ નથી. તો વેટ કરી લો સોનીનીચાલી થી પાછું ક્યાં મોકલ્યું તેની અમને જાણ નથી. ત્રણ દિવસ વેટ કરી લો ,પછી અમને કોલ કરજો તો અમે તમને જણાવીશું કે કાર્ડ ક્યાં ગયું છે.

11) ત્યારબાદ મેં 2 /5 /2019 ના રોજ 1:41 pm ભાવેશ સાથે વાત કરી હતી, તો તેણે પણ ઉપર મુજબનો જ મને જવાબ આપ્યો હતો કે તમારું કાર્ડ સોનીની ચાલી ગયું છે. ત્યાંથી રિટર્ન ક્યાં ગયું છે તેની અમને જાણ નથી તો થોડો સમય વેટ કરી લો .અને મેં તેમણે કહ્યું કે 25/ 4/ 19 ના રોજ ભૂમિકા બેન સાથે વાત કરી હતી કે મને કોલ બેક એરેન્જ કરાવો તો હજી સુધી કેમ કોલબેક આવ્યો નથી. તો તેમણે એવું ખોટું મને કહ્યું હતું કે તમને કોઈ કોલ બેક એરેન્જ નથી કરાવ્યું, પરંતુ મારી પાસે ભૂમિકા બેન સાથે વાત થયેલી તે રેકોર્ડ છે, અને પછી ભાવેશભાઈ એ મને ઉસ્માનપુરા હેડ ઓફીસ જવાનું કહ્યું હતું, અને તપાસ કરવાનું કહ્યું હતું મેં ઉસ્માનપુરા જઈને પણ તપાસ કરી લો.પરંતુ ત્યાં પણ મારું કાર્ડ નથી .

12)ત્યારબાદ મેં તારીખ 4/ 5/ 2019 ના રોજ 10:02 am ભૂમિકા બેન સાથે વાત કરી હતી. તો તેમણે પણ મને એ જ કહ્યું હતું કે તમારું કાર્ડ રેડી થઈ ગયું છે. વેટ કરી લો મેં તેમને જણાવ્યું કે તમારી સાથે મારે વાત થઇ હતી તે મુજબ તમે તમારા સિનિયર સાથે મને કોલ બેક એરેન્જ કેમ નથી કરાવ્યો .તો તેઓ જૂઠું બોલ્યા હતા કે મેં કોઈ કોલબેક એરેન્જ કરવાની વાત તમને કરી નથી. અને મારા સિનિયર અવેલેબલ નથી, અને તમારી detail ફોરવર્ડ કરેલ છે. અને તેજ 15 દિવસ પહેલા આપેલું તે જવાબ તમારું કાર્ડ રેડી થઈ ગયેલ છે સોનીનીચાલી મોકલેલ છે .પરંતુ સોનીનીચાલી બંધ થઇ ગયેલ હોવાથી અત્યારે તમારું કાર્ડ ક્યાં ગયું છે તેની માહિતી અમારી પાસે નથી .જ્યારે અમારી પાસે માહિતી આવશે ત્યારે તમને જાણ કરીશું .એટલે બે થી ત્રણ દિવસ વેટ કરી લો બુધવાર સુધી વેટ કરી લો કાર્ડ ક્યાં ડિલિવર થયું છે. તે તમને જાણ કરવામાં આવશે અને અમારા સિનિયર અત્યારે અવેલેબલ નથી એટલે 48 કલાકમાં કોલ બેક કરાવીશું ,પરંતુ હજી13 /5 /2019 સુધી તેમના સિનિયર નો મારી પર કોઈ ફોન આવ્યો નથી.

13) ત્યારબાદ મે 7 /5 /2019 ના રોજ10:25am ફોન કર્યો હતો. ત્યારે અનુજે મને કહ્યું હતું કે તમે હજી બે વર્કિંગ ડે વેટ કરી લો ,તમને ઇન્ફોર્મેશન મળી જશે તમારું કાર્ડ સોનીનીચાલી ડિલિવર થયું છે ,પરંતુ અત્યારે કાર્ડ ક્યાં છે તેની માહિતી અમને નથી. અમારી પાસે અપડેટ નથી આવ્યું. મને કહેવામાં આવ્યું હતું કે તમે ડોક્ટર રમણભાઈ પટેલ ભવન, ઉસ્માનપુરા ચાર રસ્તા ,જઈને તપાસ કરો. મે ઉસ્માનપુરા જઈને તપાસ કરી તો ત્યાં પણ મારું કાર્ડ નહોતું, તેમણે મને કમ્પ્લેન નંબર ICICI 000118628આપ્યો હતો ,અને ફરીથી ૪૮ કલાકમાં અમારા સિનિયર તરફથી તમને કોલબેક આવશે એવું કહ્યું હતું પરંતુ હજી 13 5 2019 સુધી કોલબેક આવ્યો નથી.

14) ત્યારબાદ મેં 10/ 5/ 2019 ના રોજ 11:19 AMશાહરૂખ સાથે વાત કરી હતી. તો તેમણે મને ઉસ્માનપુરા વિઝીટ કરી કલેક્ટ કરવું પડશે તેવું કહ્યું હતું. અને મને નંબર આપ્યો હતો ICICI113279492 ,અને પછી ફરીથી સોનીનીચાલી વિઝીટ કરો અથવા ઉસ્માનપુરા તમારે જવું પડશે .એવું કહ્યું હતું પરંતુ હું 9/ 5/ 2019 ના રોજ4:00pm ઉસ્માનપુરા જઈને તપાસ કરી આવ્યો હતો. પરંતુ મારું કાર્ડ ત્યાં નહોતું અને શાહરૂખે મને સાંજે સાત વાગ્યા સુધીમાં કોલબેક આવશે અમારા સિનિયર નો એવું કહ્યું હતું પરંતુ કોલબેક આવ્યો નથી.

15) ત્યારબાદ ને 11/ 5/ 2019 ના રોજ 9:26AM અલી સાથે વાત કરી હતી. તો તેણે મને કહ્યું હજી થોડો સમય વેટ કરી લો કાળ સોનીનીચાલી થી રીટર્ન થયેલું છે .પરંતુ કાળ ક્યાં ગયું છે તેની અમારી પાસે માહિતી નથી એટલે તમારે થોડો સમય વેટ કરવો પડશે. સાંજે સાત વાગ્યા સુધીમાં કોલબેક અમારા સિનિયર નો તમારી પર આવશે એવું કહ્યું હતું પરંતુ હજી સુધી કોલબેક આવ્યો નથી.

16 }ત્યારબાદ આજે છેલ્લો ફોન મે 13/ 5/ 2019 ને સોમવારના રોજ કર્યો હતો તો પણ મને જે પંદર દિવસ પહેલાં જે જવાબ આપ્યો હતો તે જવાબ મળેલ છે,

હવે બીઆરટીએસ કસ્ટમર કેરમાં ફોન કરીને હું કંટાળી ગયો છું. મહેરબાની કરીને મારી કમ્પ્લેન લઈ લો અને મને મારું કાર્ડ ક્યાં છે તે શોધવામાં મદદરૂપ બનશો એવી અપેક્ષા.

આભાર

જગદીશભાઈ સી પટેલ

Share and inform others about this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*